BAPS Pramukh Swami Maharaj quotes

You Are Searching For BAPS Pramukh Swami Maharaj quotes | આજે તમને જણાવીશું BAPS પ્રમુખ સ્વામી મહારાજ સુવિચાર। Baps quotes in Gujarati । Pramukh Swami Maharaj Essay । અંગ્રેજીમાં સ્વામિનારાયણ શાયરી । Pramukh swami good morning Image Quote । Best Pramukhswami Quote । ગુજરાતીમાં પ્રમુખ સ્વામી મહારાજનું સ્ટેટસ । Swaminarayan Shayari in English । Pramukh Swami Maharaj Birthday quotes

Pramukh Swami Maharaj Essay । Pramukh Swami Maharaj quotes

પ્રમુખસ્વામી મહારાજ એક એવા વિરલ ગુરુ છે કે જેઓ બોલે બહુ ઓછું, પરંતુ જ્યારે મુખ ખોલે છે ત્યારે એમાંથી સરતાં શાશ્વત સત્યોમાં માનવજાતને ઉદ્ધારવાનું સામર્થ્ય અનુભવાય. નહીં કોઈ શબ્દોની ઝાકઝમાળ, નહીં શબ્દોના આડંબર, કે નહીં પોતાના અસ્તિત્વની સભાનતા. એટલે જ તેઓ વાણી ઉચ્ચારે ત્યારે પરાવાણીની અનુભૂતિ વહેવા લાગે.

પરમાત્મામય સ્વામીશ્રીની ધીર, ગંભીર અને ગંગાના શાંતપ્રવાહની જેમ વહેતી વાણીમાં અનુભવનું ઊંડાણ છે. એટલે જ એ વાણીએ અસંખ્ય પતિતોને પાવન કર્યા છે, લાખોની જીવનવાટિકાને લીલીછમ કરી છે, અનેકની ક્ષુલ્લકતાને મહાનતામાં બદલાવી છે, હતાશ લોકોનાં જીવનમાં ઊજ્જ્વળ શ્રદ્ધાનો પ્રકાશ પાથર્યો છે, કેટલાયનાં જીવનમાં નવો પ્રાણ ફૂંક્યો છે, અનેકના અહંકારનો પડદો ચીરીને પરમાત્માના દિવ્ય આનંદને માણવાનું સદભાગ્ય આપ્યું છે.

તેમની અનુભવપૂત વાણીમાં ધર્મ, જ્ઞાન, ભક્તિ વગેરે આધ્યાત્મિક વિષયો ઉપરાંત બાળસંસ્કાર, પારિવારિક મૂલ્યો, રાષ્ટ્રધર્મ, ઘરસભા, વાણીવિવેક જેવા રોજબરોજના જીવનવ્યવહારનાં મહત્ત્વનાં પાસાંઓ પર પણ અદ્‌ભુત માર્ગદર્શન છે.

BAPS Pramukh Swami Maharaj quotes

BAPS Pramukh Swami Maharaj quotes
BAPS Pramukh Swami Maharaj quotes

જેટલી આજ્ઞાનો લોપ એટલો પ્રભુનો કોપ.

જો માણસ સુધરશે તો કુટુંબ સુધરશે.
કુટુંબ સુધરશે તો સમાજ સુધરશે.
સમાજ સુધરશે તો દેશ સુધરશે.
દેશ સુધરશે તો બ્રહ્માંડ સુધરશે.
એટલે પહેલાં આપણે સુધરો.
માણસ ધારે તો શું નથી થતું?
પગે ચાલતો હતો ને પ્લેનમાં ઊડતો થઈ ગયો,
ચંદ્ર ઉપર પણ ગયો.
એમ માણસ ધારે તો સુધરી પણ શકે.

નિયમ-ધર્મની દૃઢતા એ ખૂબ જ અગત્યની વસ્તુ છે.
આપણા વિકાસનું મુખ્ય કારણ છે.

આત્મા તેજસ્વી અને પ્રકાશમાન છે.
એ આત્માના સ્વરૂપનું જ્ઞાન થશે ત્યારે દુનિયામાં બધું જ સારું લાગશે.
કારણ કે એ પ્રકાશ જ એવો છે કે એમાં સર્વનું સારું જ દેખાય.

જેમ મલ્લો દરરોજ કુસ્તી કરે તો મજબૂત થાય;
પોલીસખાતામાં રોજ લેફ્‌ટ-રાઇટ કરવું પડે;
એમ કથાવાર્તાનો અખાડો હોય તો માણસનું ઘડતર થાય અને જ્ઞાન સિદ્ધ થાય છે.

આ પણ વાંચો, વેલેન્ટાઇન ડે પહેલાના રોમેન્ટિક દિવસો

BAPS પ્રમુખ સ્વામી મહારાજ સુવિચાર । Pramukh Swami Maharaj quotes

BAPS પ્રમુખ સ્વામી મહારાજ સુવિચાર । Pramukh Swami Maharaj quotes
BAPS પ્રમુખ સ્વામી મહારાજ સુવિચાર । Pramukh Swami Maharaj quotes

માણસ ગમે એટલું કરે,
પણ ભગવાનની કૃપા ન થાય તો એનું કામ અધૂરું જ રહે.

પૈસાટકા, સમૃદ્ધિ કે કપડાં એ આપણી શોભા નથી,
એ તો શરીરની શોભા છે.
આપણી શોભા ભગવાન ને સંત મળ્યા એ છે.

ભગવાનની આજ્ઞાઓનું યથાર્થ પાલન કરીએ
તો
આપણને અંતરે શાંતિ રહે,
બહાર પણ શાંતિ રહે.

ગમે તે કાર્ય કરો પણ પ્રથમ એકાગ્ર થવાની જરૂર છે.
જે કાર્ય કરવું એનું જ નિશાન.
ભગવાનને રાજી કરવા છે તો ખાતાં-પીતાં,
નાહતાં-ધોતાં એક જ વૃત્તિ રહેવી જોઈએ.

પૂજા કરવા બેસીએ અને ટેલિફોન આવ્યો એવું ન થવું જોઈએ.
ગમે તે લાઈનમાં જાવ પણ એકાગ્રતા વગર કશું જ સિદ્ધ થતું નથી.
જે જે ભક્તો એકાગ્ર થયા છે એના ઉપર ભગવાન રાજી થયા છે.

Pramukh swami good morning Image Quote । BAPS પ્રમુખ સ્વામી મહારાજ સુવિચાર

Pramukh swami good morning Image Quote । BAPS પ્રમુખ સ્વામી મહારાજ સુવિચાર
Pramukh swami good morning Image Quote । BAPS પ્રમુખ સ્વામી મહારાજ સુવિચાર

ભજન કરવું, કથાવાર્તા કરવી કે સેવા કરવી
એમાં ભગવાન પ્રસન્ન થાય એટલું જ માગવું.
એમાં બધું આવી જાય.

નિયમ-ધર્મની દૃઢતા એ ખૂબ જ અગત્યની વસ્તુ છે.
આપણા વિકાસનું મુખ્ય કારણ છે.

ગમે એટલાં તપ, વ્રત, દાન કરીએ તો એનાથી પુણ્ય વધે,
અને એવાં અનંત પુણ્ય ભેગાં થાય ત્યારે પ્રગટની પ્રાપ્તિ થાય છે.

લોખંડ છે એ લાકડાની સાથે જડાઈ જાય તો પાણીમાં તરે છે,
પણ એકલું લોખંડ નાખો તો ડૂબી જાય.
એમ ભગવાન અને સંતને વિષે આત્મબુદ્ધિ થઈ જાય તો બેડો પાર થઈ જાય.

ભગવાનને આપવું હોય વધારે ને આપણે માગીએ થોડું તો આપણને ખોટ જાય.
એટલે ભગવાનની પ્રસન્નતામાં બધું જ મળે છે.
આ લોકના સંસાર-વહેવારમાં પણ શાંતિ મળે છે
ને છેવટે અક્ષરધામનું શાશ્વત સુખ મળે છે.

એટલે ભગવાનના રાજીપામાં ધાર્યું હોય એના કરતાં વધારે મળી જાય છે.

આ પણ વાંચો, નવું ગુજરાતી કેલેન્ડર । Gujarati Calendar

Baps quotes in Gujarati । Best Pramukhswami Quote

Baps quotes in Gujarati । Best Pramukhswami Quote
Baps quotes in Gujarati । Best Pramukhswami Quote

કોઈના માટે કરી છૂટવું,
કોઈને સહકાર આપવો,
એ મોટું પુણ્ય છે.

ભગવાનનો સંબંધ જેને જેને થયો એ નિર્ગુણ કહેવાય.
ભગવાન માટે જે જે કરીએ એ આપણા આત્માના
ઉત્કર્ષ માટે અને આત્માની શાંતિ માટે થાય છે.

વિશ્વાસે વહાણ ચાલે છે.
વિશ્વાસે આ લોકનું કામ થાય છે.
તો એવો જ વિશ્વાસ ભગવાનમાં, શાસ્ત્રોમાં, મંદિરોમાં અને સંતમાં
હોય તો આપણું કામ બરોબર થઈ જાય.

ગમે તે ધર્મમાં માનતા હો પણ સદાચારી બનો.
સારું આચરણ કરશો તો તમે સુખી થશો, કુટુંબ સુખી થશે, સમાજ સુખી થશે.
જીવનમાં નાનું-મોટું કોઈપણ પ્રકારનું વ્યસન ન રાખવું.

પ્રવૃત્તિ ને કામકાજ તો છે જ, પણ સાંજે બેસીને ઘરમાં ભગવાનની વાત કરવી,
મંદિર કરવું, સંસ્કારો સચવાય એ માટે ભગવાનને રોજ પ્રાર્થના કરવી.
ઘરમાં સારાં પુસ્તકો અને શાસ્ત્રોનું વાચન કરવું.

ગુજરાતીમાં પ્રમુખ સ્વામી મહારાજનું સ્ટેટસ । Swaminarayan Shayari in gujarati

ગુજરાતીમાં પ્રમુખ સ્વામી મહારાજનું સ્ટેટસ । Swaminarayan Shayari in gujarati
ગુજરાતીમાં પ્રમુખ સ્વામી મહારાજનું સ્ટેટસ । Swaminarayan Shayari in gujarati

આપણું જીવન આપણે સારું બનાવીએ તો દુનિયા સારી જ છે.

બ્રહ્મરૂપ થવા માટે ભીડો વેઠવો જ પડશે અને સહન કરવું જ પડશે.

આ લોકના વ્યવહારમાં સુખ નથી,
પણ જ્ઞાનની દૃષ્ટિ પ્રાપ્ત થાય તો
વહેવારમાં હશો તોય વાંધો નહીં આવે.

ઠંડી છે ને સ્વેટર પહેરીએ તો ઠંડીથી રક્ષણ થાય છે,
એમ જો આત્મજ્ઞાન હોય તો પછી ‘આ દેહ મારો નથી;
આ નાત કે જાત મારી નથી; હું તો આત્મા છું, અક્ષર છું;’ એ વિચાર રહે.
અને એ વિચાર કરીએ તો દુનિયાના શબ્દો લાગે જ નહીં.

આજ્ઞા અને ઉપાસના દૃઢ હશે તો દુનિયામાં ગમે ત્યાં
જશો તોય વાંધો નહીં આવે ને સારામાં સારું જીવન જીવી શકશો.

આ પણ વાંચો, Age Calculator Date of Birth App 2023

Pramukh Swami Maharaj Birthday quotes । Baps quotes in Gujarati

Pramukh Swami Maharaj Birthday quotes । Baps quotes in Gujarati
Pramukh Swami Maharaj Birthday quotes । Baps quotes in Gujarati

દુનિયામાં રહીએ છીએ અને જવાબદારી છે
એટલે વ્યવહાર તો કરવો પડે,
પણ ભગવાનને ભૂલીને નહીં.

મન સાથે લડાઈ લઈને એને જીતવાનો એક જ ઉપાય છે
ભગવાન અને ભગવાનના ભક્તોની કથા.

દેહ અને દેહના સંબંધીમાં જેવી પ્રીતિ છે
એવી ભગવાન અને સંતમાં કરવી,
તો આપણું અજ્ઞાન ચાલ્યું જાય.

દુનિયાનાં મનોરંજન ક્ષણિક છે, ઘડીકનાં છે,
પણ ભગવાનમાંથી જે આનંદ આવે છે
એ અલૌકિક છે અને કાયમ છે.

જે સાચું છે એ ખોટું મનાય છે ને જે ખોટું છે
એ સાચું મનાય છે એનું નામ મોહ.
એ મોહ છૂટે એનું નામ મોક્ષ.

ગુજરાતીમાં પ્રમુખ સ્વામી મહારાજનું સ્ટેટસ । Pramukh Swami Maharaj quotes

ભગવાન પરાયણ થઈને જે કર્મ થશે
એનું બંધન થશે નહીં ને મોક્ષ થશે.

ભગવાન અને ભગવાનના એકાંતિક ભક્ત માટે
સર્વસ્વ સમર્પણ કરવું એ બહુ મોટી સેવા છે.

પૃથ્વી પર પરમાત્માનું જે પ્રગટ સ્વરૂપ હોય એની
ભક્તિ આપણે કરીએ તો આત્યંતિક કલ્યાણ થાય.

જેણે સહન કર્યું એની ગાથાઓ ગવાય છે,
પણ જેણે મમત્વ કરીને ધમાલ કરી એની ગાથાઓ ગવાતી નથી.

આપણે પંચવિષય ભોગવવામાંથી ઊંચા આવતા નથી,
એટલે ભગવાનનું સુખ આવતું નથી.

આ પણ વાંચો, Fit India Mobile Application

Pramukh swami good morning Image Quote । Best Pramukhswami Quote

ભગવાનનો સંગ એટલે એમને વિષે નિષ્કામ ભક્તિ.

ગમે એટલાં વ્રત, દાન, પુણ્ય અને બીજાં સાધનો કરીએ,
પણ જ્યાં સુધી નિર્દોષભાવ ન થાય ત્યાં સુધી એ સાધનો કામ નહીં કરે.

મહિમાથી સેવા કરીએ એટલું સુખ અંતરમાં રહે.

આપણે સામાને અનુકૂળ થાવ, સામો અનુકૂળ નહીં થાય.

સ્ત્રી અને ધન એ બે થકી સમાજ ચાલે છે.
સ્ત્રી થકી ઉત્પત્તિ થાય છે અને
ધનથી આ દુનિયાનો વહેવાર ચાલે છે.
આ બંનેય બંધન ભારે છે,
પણ એ બંધનમાંથી છૂટવા સંતનો સમાગમ છે.

Author : Yash Yadav
Contact Email : yadav.yash1697@gmail.com
Notice :
અમારા લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Hello Readers, TheHindiShayeri.in is a private website and don’t represent any government entity, organizations or department. Whatever information we shared here is gathered from various Gujarat government’s official website and news papers and other websites. We also cross verify the job when we post any job but do always cross verify the job vacancy by yourself to prevent fraudulent happening in the name of job.
Join Our Whatsapp Group